જોઇએ છે… ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ઓડીયન્સ

આપણને ખબર પડે કે આ શુક્રવારે ફલાણી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે અને તેનું ટ્રેલર આપણને ગમે તો શું આપણે શું કરીએ છીએ ? 

આપણે રાહ જોઇએ છીએ બે-ત્રણ વીક સુધી કે પાંચ-છ જણા આવીને કહે કે આ ફિલ્મ જોવા જેવી છે હો અને પછી એ ફિલ્મ જોવાનું નક્કી કરીએ તો આપણી અનુકુળતા પ્રમાણે શો નથી હોતા અને એમ કરતાં-કરતાં બીજા એક-બે વીક જતા રહે છે અને પછી ફિલ્મ ઉતરી જાય પછી એમ કહીએ છીએ કે અરે મારે તો આ ફિલ્મ જોવી જ હતી પણ થિએટર્સમાંથી ઉતરી ગઇ ! જ્યારે હિન્દી ફિલ્મોમાં આપણે એવું નથી કરતા, આપણે રિલીઝ સાથે જ જોઇ નાખીએ છીએ, પછી ભલે તે સારી હોય કે ખરાબ અને આપણી જ ગુજરાતી ફિલ્મો પ્રત્યે ઓરમાયું વર્તન કેમ ? આપણા ક્રીટીક્સને પણ હિન્દી ફિલ્મો જોઇને રિવ્યુઝ આપવાનો સમય મળે છે, પણ ગુજરાતી ફિલ્મોની વાત આવે તો સાહેબ વરસાદ નડી જાય છે. 

મિત્રો, ગુજરાતી ફિલ્મોની ક્વોલીટીમાં ઘણો સુધારો થયો છે અને ફિલ્મમેકર્સ પુરતો પ્રયાસ કરી જ રહ્યા છે અને આ ફિલ્મો આપણા ગુજરાતીઓ માટે જ છે અને આપણે જ નહીં જોવા જઇશું તો કોણ જશે અને અંતે થિએટર્સમાંથી ફિલ્મ ઉતરી જશે અને નિર્માતા કમાશે નહીં અને કમાશે નહીં તો ફિલ્મ બનાવશે નહીં.  

મિત્રો, ફિલ્મમેકર્સ એકલા કંઇ નહીં કરી શકે, લોકોએ પણ આગળ આવવું પડશે. રિલીઝના પહેલા નહીં તો બીજા વીકમાં તો ફિલ્મ જોવાનો આગ્રહ રાખવો જ પડશે કેમ કે શો ટાઇમીંગ્ઝના લીમીટેશન્સ પણ હોય છે, માંગેલા શોઝ મળતા નથી હોતા. રિવ્યુઝની રાહ જોઈએ ત્યાં તો થિએટર્સમાંથી ફિલ્મ ઉતરી જાય છે. એક્ઝીબીટર્સ એ નથી જોતા કે આ ફિલ્મ સારી છે તો ચલાવીએ, એ તો ઓડીયન્સ નહીં હોય તો નહીં જ ચલાવે અને સામે હિન્દી ફિલ્મો પણ આવતી હોય છે અને હવે તો ખુબ સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને સારૂં એવું માર્કેટીંગ પ્રમોશન પણ થાય છે. આ ફિલ્મોને આપણે જોવી જ રહી.

તો ચાલો આપણે સૌ સાથે મળીને બદલાવ લાવીએ. આપણી ગુજરાતી ફિલ્મો જોઇએ. આપણા સિનેમાને વધુ ને વધુ બહેતર બનાવીએ. રિલીઝના શરૂઆતના વીકમાં જ ગુજરાતી ફિલ્મો જોઇએ. આપણા સિનેમાને આપણી જરૂર છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s