મોટા સપનાં સાકાર કરવાની શરૂઆત હંમેશા નાની હોય છે 

આપણે દરરોજ થોડો થોડો વિકાસ કરવો જોઇએ. આપણે નાના-નાના કામ કઇ રીતે કરીએ છીએ તેના પરથી જ આપણે દરેક મોટાં કામ કઇ રીતે કરવા તેની સમજ પડે છે. જો આપણે નાનાં કામ ચીવટથી પૂર્ણ રીતે કરીએ, તો આપણા મોટા કામ પણ તે જ રીતે પૂરાં થશે. કામ નાનું હોય કે મોટું, તે કેમ કરવું તે બાબતની આપણી આવડત જ ખરેખર તો કામ કરતી હોય છે. અગત્યનું એ છે કે પહેલો પ્રયત્ન ત્યાર પછીનાં પ્રયત્નને જોર પુરૂં પાડે છે. ઘર બનાવવામાં એક પછી એક ઇંટ ગોઠવીને જ ઘર બને છે. શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે આપણામાં પ્રચંડ આત્મવિશ્વાસ જન્મે છે અને આપણે આપણાં અસામાન્ય સપનાંઓને સાકાર થતાં જોઇ શકીએ છીએ. આપણી જાતમાં દરરોજ થોડો થોડો સુધારો કરતા જશું તો જ એક દિવસ આપણે અસામાન્ય પરિણામો મેળવી જ શકીશું. દરરોજ થોડો સુધારો કરતાં જવાથી એક દિવસ મહાન કાર્ય સંપન્ન થાય છે. મહાન ઇરાદાઓ કરતાં નાનું પણ અમલમાં મૂકેલું કાર્ય હંમેશા મહાન હોય છે. 

 

 
(From The Secret Letters of the Monk who sold his Ferrari) 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s