ચેક કરો પછી share કરો

મિત્રો, આજકાલ અમુક લોકો કંઇ પણ પોસ્ટને વાંચીને તથ્ય તપાસ્યા વગર જ શેર કરે છે અને એમાં પણ અમુક તો શેર કરવાને બદલે કોપી કરી એમાં રહેલ ફોટો સેવ કરી નવેસરથી પોસ્ટ કરવાની તસ્દી પણ લે છે. જરા થોભો, આપણી પાસે ગુગલ છે, ન્યુઝ પર ચેક થઇ શકે છે, તો પછી ચેક કર્યા વગર જ ઠોકમઠોક કરવાનો શું મતલબ ? આજકાલ લોકો પેલું BFF વાળું લાવ્યા છે કે લખેલું ગ્રીન થાય તો સેફ અને એમાં પાછો ઝકરબર્ગ (ઝુકરબર્ગ) નો ફોટો પણ મુકે પણ ઝકરબર્ગના પ્રોફાઇલ કે ફેસબુકના પેજ પર તપાસીએ તો ત્યાં તો આવું કંઇ જોવા મળતું નથી. તો આ આવ્યું ક્યાંથી ?

તપાસ કરતા એવું જાણવા મળે છે કે BFF એટલે Best Friends Forever નું શોર્ટ ફોર્મ છે અને જેવી રીતે Congratulations ટાઇપ કરતા ઓરેન્જ કલરનું થઇ જાય છે એમ આ BFF ટાઈપ કરતા ગ્રીન કલરનું થઇ જાય છે. એને સેફ્ટી સાથે સ્નાન-સુતકનો સંબંધ નથી. હા, જેને ગ્રીન કલરનું નથી થતું એમણે જરાક વિચારવું પડશે ! આ બાબતમાં વધુ કોઇ માહિતી મળે તો સ્વીકાર્ય છે.

Plz Check before you share

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s